Feeds:
Posts
Comments

દરેક સફળ લોકો પોતાની સફળતા અનુસારની તકલીફો ભોગવે છે અને તે તકલીફો જ લોકોને સફળતાનો માર્ગ બતાવે છે. જો તમારી જિંદગી જરા પણ તકલીફો વિનાની હોય તો તપાસ કરી લેજો કે તમારા ટાર્ગેટ સાવ નીચા તો નથીને.

સફળતાનો રસ્તો મુશ્કેલીઓથી ભરેલો હોય છે. જેટલું ઊંચું નિશાન તેટલી વધારે મુશ્કેલીઓ. બેંકમાં ક્લાર્કની નોકરી જોઈતી હોય તો જે મુસીબતોનો સામનો કરવાનો આવે તેનાથી બિલકુલ અલગ પ્રકારની મુસીબતો જો તમારે દેશના પ્રધાનમંત્રી થવું હોય તો આવે. ખાલી ગ્રેજ્યુએટ થવું હોય તો રસ્તો આસાન છે પણ જો વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત (આઈવી લીગ) યુનિવર્સિટીમાંથી ડિગ્રી લેવી હોય તો મક્કમ મનોબળ અને અથાગ પ્રયત્નોની જરૂર પડે. કોઈએ જિંદગીમાં કેટલી તકલીફો વેઠી છે તે જોઈએ તો ખ્યાલ આવે કે તે વ્યક્તિએ જિંદગીમાં ઊંચી સફર કેવી રીતે કરી છે.

ઘણા લોકોને વાત કહેતાં સાંભળ્યા છે કે, મેં મારી જિંદગીમાં કાયમ મુશ્કેલીઓનો સામનો કર્યો છે.’ અથવા ‘મારા નસીબમાં કાયમ તકલીફો અને વિટંબણાઓ જ લખાયેલી છે.’ આવું કહેનારા ભલે તકલીફોને નકારાત્મક રીતે જોતા હોય પણ ખરેખર તો આપણી દરેક મુશ્કેલી આપણા પોતાના માટે નક્કી કરેલાં ઊંચાં નિશાનોને કારણે જ છે. જ્યારે વિદ્યાર્થી ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવવાનો ટાર્ગેટ રાખે ત્યારે પોતાના વિષયની કોઈ પણ બાબતમાં જરા પણ નબળાઈથી ગુંજાઈશ રહેતી નથી. આપણે રોજનું ૧ કિમી ચાલવું હોય તો જે પડકારો આવે તે મેરેથોન દોડવાના પડકારોની સામે સાવ નગણ્ય ગણાય.

અમિતાભ બચ્ચનની ૭૦મી વર્ષગાંઠે કોઈએ તેમને પૂછયું કે તમે તમારા દીકરાને તમારી જિંદગીમાંથી શીખેલો કયો ઉપદેશ જણાવશો? અમિતાભે જવાબ આપ્યો કે મારે એક વાક્યમાં ઉપદેશ આપવાનો હોય તો હું તેને કહીશ કે ‘અપની મરજી કા હૈ તો અચ્છા ઔર અપની મરજી કા ના હો તો ઉસસે ભી અચ્છા.’ આપણી બધી મુશ્કેલીઓ એટલે આપણી મરજીથી વિરુદ્ધ મળતાં પરિણામો જ છે. આપણે માનતા હોઈએ કે આઈ આઈએમમાં પહેલા પ્રયત્ને પ્રવેશ મેળવી લઈશું અને જો પહેલી વખત ચાન્સ ના લાગે તો તે મુશ્કેલીનો આપણે કેવી રીતે સ્વીકાર કરીએ છે અને તેમાંથી બોધપાઠ લઈ બીજા પ્રયત્ને કેવી રીતે કમર કસી લઈએ છીએ તે ઉપર જ આપણી સફળતાની શક્યતાઓ અવલંબે છે.

દરેક સફળ લોકો પોતાની સફળતા અનુસારની તકલીફો ભોગવે છે અને તે તકલીફો જ લોકોને સફળતાનો માર્ગ બતાવે છે. જો તમારી જિંદગી જરા પણ તકલીફો વિનાની હોય તો તપાસ કરી લેજો કે તમારા ટાર્ગેટ સાવ નીચા તો નથીને. જે પણ ટાર્ગેટ નક્કી કરીએ તે સાથે તે ટાર્ગેટ માટેના પડકારો જોડે જ આવે છે. જો આપણે વજન ઘટાડવું હોય તો જીભના સ્વાદ છોડી દેવાનો પડકાર જોડે જ આવે છે. જો ખંતપૂર્વક કામ કરવું હોય તો મિત્રોને છોડી, ફિલ્મોનાં પ્રલોભન છોડી અને ચોપડી પકડવાનો પડકાર સાથે જ આવે છે. આપણે જો નીચા બેઠા રહેવું હોય તો કોઈ પડકાર ઝીલવાની જરૂર નથી પણ જો પર્વત પર ચઢવું હોય તો તેના પડકારો છે જ. ઘરની બહાર નીકળવું હોય તો ટ્રાફિક જામ ફેસ કરે જ છૂટકો. પૈસા કમાઈએ તો સાથે ઇન્કમટેક્સ ભરવાનો પડકાર પણ આવે છે.

મુશ્કેલીઓ વિનાની જિંદગી એટલે નિરસ અસ્તિત્વ અને પ્રગતિના નામે મીંડું. તમે જો અત્યારે જિંદગીમાં તકલીફો વેઠી રહ્યા હો અને પડકારો ઝીલી રહ્યા હો તો જરા પણ નાસીપાસ થશો નહીં. તમારા પડકારો જ કહે છે કે તમે ઊંચાં નિશાન તાક્યાં છે. ગભરાઇને પડકારો નિશાન નીચાં કરશો નહીં. પડકારો વિનાની જિંદગી માંગશો નહીં. તકલીફો પ્રગતિનું પ્રતીક છે.

હમણાં ગુજરાત સરકારના ડેલીગેશન માટે અમેરિકાના પ્રવાસ દરમિયાન ત્યાંના ખૂબ સફળ ગુજરાતીઓને મળવાનું થયું. એક ભાઈ પાસે વ્હાઈટ હાઉસનું કાર્ડ હતું. તે પ્રેસિડેન્ટના સલાહકાર હતા. તેમણે વાતચીત દરમિયાન તેમના અસંખ્ય પડકારોની અને છેલ્લે પ્રેસિડેન્ટના સલાહકાર બનવાની મંઝિલ સુધી પહોંચવાની વાત કરી ત્યારે તેમના દરેક પડકાર સામે ઝઝૂમવાના મિજાજનો પરિચય થયો. પોતાના દેશથી દૂર સાવ નવા અને પરદેશી વાતવારણમાં પોતાના જ્ઞાન અને ઉત્સાહના જોરે અમેરિકાના સૌથી મહત્ત્વના વ્હાઈટ હાઉસ સુધીના તેમના પ્રવાસને પડકારો ઉપરનો તેમનો વિજય જ ગણાવી શકાય.

તમારું જીવન સાવ સરળ અને પડકાર વિનાનું તો નથીને? જો હોય તો નિશાનોને થોડાં ઊંચાં કરજો અને મંઝિલોને મહત્ત્વકાંક્ષાથી પહોંચવાનો પ્રયાસ શરૂ કરજો. આ સફળતાનો પ્રવાસ છે.

લેખક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને IIMA એલ્યુમ્નિ એસો., અમદાવાદના પ્રમુખ છે.

હિંમત રાખો

અબ્રાહમ અમેરિકાના એક સાધારણ મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ્યા હતા. મા-બાપની નાણાકીય સ્થિતિ સારી નહીં હોવાના કારણે તે પોતાની ભણવાની ધગશ પૂરી કરવા જુદી જુદી જગ્યાઓથી પુસ્તકો માંગી લાવતા. ઘણી વાર પુસ્તકો માંગતા, પુસ્તકોની જગ્યાએ અપમાન પણ સહન કરવા પડતાં પણ તેઓ હિંમત હારતા નહીં. દરેક મુશ્કેલીએ તે ટોચ પર પહોંચવાનો નિર્ણયને મક્કમ બનાવતા. વાંચવા માટે સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ પૈસા બચાવવા માટે કરતા. ભણ્યા પછી મજૂર તરીકે વહાણમાં માલસામાન ચઢાવવા ઉતારવાની મજૂરી કરતા તો ક્યારેક વળી કોઈ ઓફિસમાં નોકરી કરી પોતાનું પૂરું કરતા. આ બધા વચ્ચે પણ તેની દરેક મુશ્કેલીએ તેમને મજબૂત બનાવ્યા અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે અબ્રાહમ લિંકને લોકોને ગુલામીમાંથી મુક્ત કરવાનું અદ્ભુત કામ કર્યું. તેમણે તેમના જાણીતા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જીવનમાં મુશ્કેલીઓ ના પડી હોત તો કદાચ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું સદ્ભાગ્ય કદી પ્રાપ્ત ના કરત.

 

Advertisements

કુદરતનાં છુપાયેલાં રહસ્યો જાણવાની તાલાવેલી હંમેશાં માણસને રહી છે, પરંતુ કુદરતનાં રહસ્યો એટલાં બધાં છે અને એટલાં અગાધ અને ગૂઢ છે કે, એને સંપૂર્ણપણે પામી શકાતાં નથી. આપણી આસપાસ વસતાં નાનકડાં જીવ-જંતુઓ પણ અનેક આશ્ચર્યો અને રહસ્યોથી ભરપૂર છે

બચપણથી જ માણસ કેટલીક વાત ખાનગી રાખવાનું શીખે છે. વાત ખાનગી હોય એટલે ખાસ એ મહત્ત્વની બની જાય છે. સરકારી વહીવટમાં પણ જે અગત્યનું હોય છે એ ખાનગી હોય છે. ઈશ્વરે પણ જીવનનું રહસ્ય ખાનગી અને પોતાની પાસે જ રાખ્યું છે અને એટલે જ જીવન શું છે એ આપણા માટે એક ગૂઢ અને રહસ્યમય બાબત રહી છે.

મુલ્લા નસરુદ્દીનની એક વાત છેઃ

એક નવો નવો થઈ રહેલો શિષ્ય મુલ્લા નસરુદ્દીન પાસે વારંવાર આવતો અને એક પછી એક પ્રશ્ન પૂછતો. નસરુદ્દીન એના જવાબ આપતા. શિષ્યના મગજમાં પોતે આપેલો જવાબ ઊતર્યો છે કે નહીં તેનું મુલ્લા નિરીક્ષણ કરતા અને તેની પ્રગતિ થઈ રહી છે કે કેમ એ પણ તેઓ જોતા.life secret

કેટલીક મુલાકાતો પછી પેલો માણસ થોડો ઉતાવળો થવા લાગ્યો. એક વખત પેલા માણસે કહ્યું, “ગુરુજી, હવે મને આપના સ્પષ્ટ માર્ગદર્શનની જરૂર છે.”

“એની ઉતાવળ શું છે?”

“હું રોજનું મારું કામ કરું છું અને આપ જુઓ છો કે મેં પ્રગતિ પણ કરી છે. હું ઝડપ વધારવા માગું છું. આપ મને જીવનના ગૂઢ રહસ્ય વિશે, ખાનગી હોય તે કહો. મેં સાંભળ્યું છે કે આપ તે જાણો છો.”

“તું જ્યારે એ માટે તૈયાર, પરિપક્વ બનીશ ત્યારે હું તને એ કહીશ.”
એ માણસ ફરી પાછો આવ્યો ત્યારે એ જ વાત કરવા લાગ્યો.

“બહુ સારું. શું તું એ જાણે છે કે, આ રહસ્ય જાણવાથી તું મારી બરોબરનો થઈ જઈશ?”

“હા, જી.”
“શું તું એ વાત ખાનગી રાખી શકીશ?”
“હું એ રહસ્ય બીજા કોઈને નહીં કહું અને અવશ્ય ખાનગી રાખીશ.”

“તો જાણી લે,” મુલ્લાએ કહ્યું કે, “જે રીતે એ રહસ્ય ખાનગી રાખવા તું મક્કમ છે એ જ રીતે હું પણ એ ખાનગી રાખવા મક્કમ છું.”

કુદરતનાં ખાનગી અને છુપાયેલાં રહસ્યો જાણવાની તાલાવેલી હંમેશાં માણસને રહી છે, પરંતુ કુદરતનાં રહસ્યો એટલાં બધાં છે અને એટલાં અગાધ અને ગૂઢ છે કે, એને સંપૂર્ણપણે પામી શકાતાં નથી. આપણી આસપાસ વસતાં નાનકડાં જીવ-જંતુઓના જીવનનાં રહસ્યો પણ આપણે જાણી શકતા નથી, જે અનેક આશ્ચર્યો અને રહસ્યોથી ભરપૂર છે.

એક કીડીનો વિચાર કરીએ, પોતાના વજન કરતાં પાંચસો ગણું વજન એ ઊંચકી શકે છે. માણસ જો એટલું વજન ઊંચકે તો લગભગ છત્રીસ ટન વજન ઊંચકી શકે અને નાનકડું તીડ તે પોતાની ઊંચાઈ કરતાં પાંચસો ગણું વધુ કૂદી શકે છે. માણસ એની બરોબરી કરવા ધારે તો બસો માળનું મકાન કૂદવું પડે. આ બધાં જીવજંતુઓના શરીરમાં આવી જંગી તાકાત આવી ક્યાંથી? આપણે તો એને સામાન્ય અને ક્ષુદ્ર જંતુ જ ગણીએ છીએ! આ કોયડો આજે પણ અણઊકલ્યો છે.

માખીની પાંખ કે મચ્છરની પાંખ જે ઝડપથી ધ્રૂજે છે એનો વિચાર કરીએ તો આજનાં આપણાં યંત્રો ઘણાં વામણાં લાગે.

એકાદ નાનકડું જંતુ સુસવાટ ઊડતું આવે છે, સામે દીવાલ સાથે અથડાય છે, પડે છે, ગબડે છે, ફરી ઊંધું-ચત્તું થઈ જાણે કાંઈ જ બન્યું ન હોય એમ ઊડવા લાગે છે. આપણું અદ્યતન વિમાન પણ આ કામ કરી ન શકે અને સૌથી અજબ વાત તો એ છે કે આ બધાં જંતુઓ જે શક્તિથી કામ કરે છે એ શક્તિ તેઓ જે બળતણ : ખોરાક, પાણી, હવા વાપરે છે એના કરતાં અનેકગણી વધારે હોય છે.

પક્ષીઓ ઠંડીની મોસમમાં હવાઈ ટાપુઓમાં ઊડીને જાય છે. વળી પાછા વસંતઋતુમાં પાછાં ફરે છે. આ અંતર લગભગ બે હજાર માઇલનું છે. વળી, આખું ઉડ્ડયન મહાસાગરના વિશાળ જળ ઉપર જ થતું હોવાથી વિસામો ખાવા માટે જમીન પણ એને મળતી નથી, એટલું જ નહીં, પણ એ પક્ષીઓની ચાંચ એ જાતની હોય છે કે હવામાં ઊડતાં જંતુઓને એ પકડી શકતાં નથી. પરિણામે, બે હજાર માઇલની લાંબી મુસાફરી એને ભૂખ્યા પેટે એકધારી કરવી પડે છે. આ પક્ષીઓનાં શરીર નાજુક હોય છે, એટલે બીજાં પ્રાણીઓ જેવો ચરબીનો જથ્થો પણ એમના શરીરમાં હોતો નથી, તો પછી આવડા જબ્બર ઉડ્ડયન માટેની શક્તિ તેઓ કયા પદાર્થના રૂપમાં અને ક્યાં છુપાવી રાખતાં હશે?

માણસ કુતૂહલવશ થઈને વિજ્ઞાન દ્વારા કુદરતનાં રહસ્યોને ઉકેલવા સતત પ્રયાસ કરી રહ્યો છે. કેટલાંક રહસ્યો વિજ્ઞાને ઉકેલ્યાં પણ છે, પરંતુ જે રહસ્યો ઉકેલાયાં છે એ દરિયામાં ગાગર સમાન છે. આપણે જાણીએ છીએ કે આવતી કાલે, અરે, એક પળ પછી આપણાં જીવનમાં શું બનવાનું છે, એનું રહસ્ય પણ ખાનગી જ છે.

અને એટલે જ જિંદગીનો નકશો અગાઉથી તૈયાર કરી શકાતો નથી. નકશા પ્રમાણેની જિંદગી શક્ય નથી. ધરતી ઉપરની મોટામાં મોટી ઇમારતના નકશા તૈયાર કરી શકાય છે અને એ પ્રમાણે ઇમારત પણ બનાવી શકાય છે, પણ બાહોશમાં બાહોશ માણસ પણ પોતાની જિંદગીની ઇમારત પોતે વિચારી કાઢેલ નકશા પ્રમાણે તૈયાર કરી શકતો નથી.

જિંદગીના વળાંકોને આજ સુધી કોઈ સમજી શક્યું નથી. જે બનાવ બને છે એ બનાવની પાછળ છુપાયેલ બનાવને માણસ જોઈ શકતો નથી. સીતાજીનું હરણ કરીને લંકા લઈ જનાર રાવણને ખબર પણ નહીં હોય કે એક દિવસ એને માત્ર લંકા જ નહીં, પણ પોતાનો જીવ પણ ખોવો પડશે. નળ રાજા ઉપર એટલી આપદા પડી કે પોતાની પ્રિય પત્નીને પણ છોડી દેવી પડી, પાંડવોને વનમાં ભટકવું પડયું, પણ સમયનું ચક્ર ફર્યું અને એ જ નળ રાજા કે એ જ પાંડવોના માથે રાજછત્ર શોભવા લાગ્યું.

જિંદગી એક એવું રહસ્યમય, રોમેન્ટિક, અદ્ભુત અસાધારણ નાટક છે કે તેમાં બીજી જ પળે શું બનશે તે કોઈ કહી શકતું નથી.

અમેરિકન હબસી વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર વિશે એક નાનકડો ટુચકો છે. કાર્વરે મગફળી બાબતમાં એટલા બધા અખતરાઓ કર્યા હતા અને એટલું સંશોધન કર્યું હતું કે ખેડૂતો તેને મગફળીનો જાદુગર કહેતા. મગફળી વિશે તેનું જ્ઞાન અને દિલચશ્પી જોઈને કોઈએ એને પૂછયું કે, “મગફળી વિશે તમે આટલું બધું કઈ રીતે જાણી શક્યા?” કાર્વરે હસીને કહ્યું, “હું બચપણથી ઈશ્વરને દરરોજ પ્રાર્થના કરતો હતો કે, “માલિક, મને આ વિશ્વનાં રહસ્યોનું જ્ઞાન આપો.” એક દિવસ ઈશ્વરે મને કહ્યું, “જ્યોર્જ, વિશ્વનાં રહસ્યો તો માત્ર હું જ જાણી શકું તેમ છું. તારું એ ગજું નથી. એ જ્ઞાન મારા માટે જ છે.” મેં કહ્યું, “ભગવાન તો મને મગફળીનાં રહસ્યોનું જ્ઞાન આપો.” ઈશ્વરે તરત જ કહ્યું, “તારી એ વાત બરાબર છે. મગફળી જેવડું લગભગ તારું ગજું છે. તને હું એ જ્ઞાન આપીશ અને એણે એ જ્ઞાન મને આપ્યું.”

એક નાનકડી મગફળી, ઘઉં, કપાસ, ફૂલોની પાંખડીઓ, માટીના રજકણો, હજારો-લાખો ચીજો એવી છે કે મનુષ્યની આખી જિંદગી એનાં રહસ્યો જાણવા માટે ઓછી પડે. કુદરતનાં રહસ્યો ખરેખર અગાધ છે.

– અને માણસની જિજ્ઞાસા પણ અદમ્ય છે.
From:

 

i like it

Vastu Shastra In Gujarati

1)   શારીરિક બીમારિઓનો ઉપચાક યોગ્ય દવાઓથી કરવામાં આવી શકે છે પણ માનસિક કે વૈચારિક બિમારિઓનો ઉપચાર કોઈ દવાઓથી થવો શક્ય નથી. આ સંબંધમાં આચાર્ય ચાણક્યએ સૌથી ખરાબ બીમારી જણાવી છે-લોભ. લોભ અટલે લાલચ. જે વ્યક્તિના મનમાં લાલચ જાગી જાય છે તે નિશ્ચિત જ પતનની તરફ દોડવા લાગે છે. લાલચ એક એવી બીમારી છે જેનાથી ઈલાજ આસાનીથી ન થઈ શકે. આ કારણથી આચાર્ય ચાણક્યે તેનેથી મોટી બીમારી જણાવી છે.

 2)   કેવી છોકરી સાથે વિવાહ કરવા જોઈએ અને કેવી છોકરી સાથે લગ્ન ન કરવા જોઈએ, આ સંબંધમાં આચાર્ય ચાણક્ય જણાવે છે કે – આચાર્ય ચાણક્ય કહે છે સમજદાર મનુષ્ય તે છે જે વિવાહ માટે નારીની સુંદરતા ન જોઈ પણ મનની સુંદરતા જુએ. જો કોઈ ઉચ્ચકુળની તે સારા પરિવારની કદરૂપી કન્યા હોય પણ સંસ્કારી હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. જ્યારે કોઈ સુંદર કન્યા હોય પણ તેનામાં સંસ્કાર ન હોય તો પરિવારમાં તે વિખવાદની સ્થિતિ ઉભી કરે છે. વિવાહ હંમેશા સમાન…

View original post 327 more words

1)   શારીરિક બીમારિઓનો ઉપચાક યોગ્ય દવાઓથી કરવામાં આવી શકે છે પણ માનસિક કે વૈચારિક બિમારિઓનો ઉપચાર કોઈ દવાઓથી થવો શક્ય નથી. આ સંબંધમાં આચાર્ય ચાણક્યએ સૌથી ખરાબ બીમારી જણાવી છે-લોભ. લોભ અટલે લાલચ. જે વ્યક્તિના મનમાં લાલચ જાગી જાય છે તે નિશ્ચિત જ પતનની તરફ દોડવા લાગે છે. લાલચ એક એવી બીમારી છે જેનાથી ઈલાજ આસાનીથી ન થઈ શકે. આ કારણથી આચાર્ય ચાણક્યે તેનેથી મોટી બીમારી જણાવી છે.

 2)   કેવી છોકરી સાથે વિવાહ કરવા જોઈએ અને કેવી છોકરી સાથે લગ્ન ન કરવા જોઈએ, આ સંબંધમાં આચાર્ય ચાણક્ય જણાવે છે કે – આચાર્ય ચાણક્ય કહે છે સમજદાર મનુષ્ય તે છે જે વિવાહ માટે નારીની સુંદરતા ન જોઈ પણ મનની સુંદરતા જુએ. જો કોઈ ઉચ્ચકુળની તે સારા પરિવારની કદરૂપી કન્યા હોય પણ સંસ્કારી હોય તો તેની સાથે લગ્ન કરી લેવા જોઈએ. જ્યારે કોઈ સુંદર કન્યા હોય પણ તેનામાં સંસ્કાર ન હોય તો પરિવારમાં તે વિખવાદની સ્થિતિ ઉભી કરે છે. વિવાહ હંમેશા સમાન કુળમાં કરવા જોઈએ.

3)   કોઈપણ રાજાની શક્તિ તેના પોતાના બાહુબળ છે. બ્રાહ્મણોની તાકાત તેનું જ્ઞાન હોય છે. સ્ત્રીઓની તાકાત તેનું સૌંદર્ય, યૌવન અને તેની મીઠી વાણી હોય છે.

4)   આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે પણ શરીર પર તેલ માલિશ કરવામાં આવે, સ્મશાનથી આવીને પછી, હજામત કર્યા પછી અને સ્ત્રી સંગ કર્યા પછી સ્નાન કરવું અનિવાર્ય માનવામાં આવે છે.

5)   અગ્નિ, ગુરુ, બ્રાહ્મણ, ગૌ, કુવારી કન્યા, વૃદ્ધ અને બાળક, આ સાતને ક્યારે પણ આપણો પગ ન લાગવો જોઈએ.

6)   દ્વારપાળ, નોકર, રાહગીર, ભૂખ્યા વ્યક્તિ, ભંડારી, વિદ્યાર્થી અને ભયભિત વ્યક્તિને નીંદરમાંથી તરત ઉઠાડી દેવા જોઈએ.

7)   લક્ષ્ય કેમ પ્રાપ્ત કરવામાં આવે, આ સંબંધે આચાર્ય ચાણક્ય જણાવે છે કે કોઈ પણ કાર્યની શરૂઆતથી પહેલા આપણે પોતાનાથી ત્રણ સવાલ પૂછવો જોઈએ. આ ત્રણ સવાલ જ લક્ષ્ય પ્રાપ્તિમાં આવી રહેલ વિધ્નોને પાર કરવામાં મદદગાર સાબિત થશે. તેની સાથે જ આ કાર્યની સફળતા પણ સુનિશ્ચિત કરશો. આ ત્રણ પ્રશ્ન છે – હું આ શા માટે કરી રહ્યો છું? – મારા દ્વારા કરવામાં આવી રહેલ આ કાર્યના પરિણામ શું-શું હોઈ શકે છે? – હું જે કાર્ય પ્રારંભ કરવા જઈ રહ્યો છું, શું હું સફળ થઈ શકીશ?

8)   આચાર્ય ચાણક્ય કહે છે કે – જે વ્યક્તિ ધનનો લાલચી છે તેના પૈસા આપીને, ઘમંડી કે અભિમાની વ્યક્તિને હાથ જોડીને, મૂર્ખને તેની વાત માનીને અને વિદ્વાન વ્યક્તિના વિચારથી વશમાં કરી શકાય છે

9)   હંમેશા ગુસ્સામાં રહેનારી પતનીને ત્યાગી દેવી જોઈએ. આચાર્ય ચાણક્ય કહે છે કે – જે ધર્મમાં દયાનો ઉપદેશ ન હોઈ, તે ધર્મને છોડી દેવો જોઈએ. જે ગુરુ જ્ઞાનહીન હોય તેને ત્યાગી દેવો જોઈએ. જો પત્ની હંમેશા ક્રોધિત જ રહે છે તો તેને છોડી દેવી જોઈએ અને ભાઈ-બહેન સ્નેહહીન હોય તો તેને પણ ત્યાગી દેવા જોઈએl

 10) જીવનમાં સફળતાઓ પ્રાપ્ત કરવા માટે ઘણી વાતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. આ સંબંધમાં આચાર્ય ચાણક્ય દ્વારા ઘણા સટિક સૂત્રો બતાવવામાં આવેલસ છે. તેનું એક સૂત્ર છે – સર્પ, નૃપ અથવા રાજ, સિંહ, ડેખમારનારા જીવ, નાના બાળકો, બીજાના કુતરા અને મૂર્ખ આ સાતોને નીંદરથી જગાડવા ન જોઈએ, એ સૂઈ રહે છે તો તેને અવસ્થામાં રહેવના દેવા જ લાભદાયક છે.

વ્યકતિનો જે વારે જન્મ થયો છે તે દિવસનો પ્રભાવ પણ તેની પડે છે. જોતિષ અનુસાર સપ્તાહના સાતવાર સંબંધિત ગ્રહ અલગ-અલગ છે. આથી સાતેય દિવસ જન્મેલા લોકોનો સ્વભાવ પણ અલગ અલગ હોય છે. જાણો તમામારો જન્મ ક્યા વારે થયો હોય તો તમારું ભાગ્ય કેવું રહેશે અને સ્વભાવ કેવો રહેશે….

રવિવાર – જે લોકોનો જન્મ રવિવારના દિવસે થયેલ છે તે સામાન્ય રીતે ભાગ્યશાળી રહે છે. તેની આયુષ્ય પણ વધારે રહે છે. ઓછું બોલનારા આ લોકો કલા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સદસ્યોની ખુશી રાખવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.

સોમવારઃ – સોમવારના જન્મ લેવનારા વ્યક્તિ હસમુખા અને મીઠું બોલનારા હોય છે. સુખ-દુઃખમાં સમભાવ રાખે છે. વિદ્યાવાન, કલા કુશળ અને બહાદૂર હોય છે. આ લોકો કફ રોગોથી પરેશાન રહેશે. બીમારીઓને કારણે કમજોરી બની રહી છે. આ લોકો માટે 9,12,27, વર્ષની ઉંમરમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. સામાન્ય રીતે તેનું જીવન એશ-ઓ-આરામથી પસાર થાય છે.

મંગળવાર – જે લોકોનો જન્મ મંગળવારના દિવસે છે તે ધની હોય છે. સામાન્ય રીતે આ લોકોનો સ્વભાવ ઉગ્ર હોય છે, આ કારણ એ લોકો પોતાની આસપાસ રહેનારા ઘણા લોકોથી નારાજ રહે છે. તેને બ્લડ અને સ્કીન સંબંધી રોગો રહે છે.

બુધવાર – બુધવારના જન્મ લેનારા લોકો સામાન્ય રીતે ધર્મ-કર્મમાં ધ્યાન લગાવનારા હોય છે. આ બુદ્ધિમાન અને મધુરભાષી હોય છે. વિદ્વાન અને ધાર્મિક જીવન જીવનારા તેનો સ્વાભાવ હોય છે. માતા-પિતાથી વિશેષ પ્રેમ રાખે છે. 8 અને 22 વર્ષના આયુષ્યમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે.

ગુરુવાર – જે લોકોનો જન્મ ગુરુવારે થયો છે તે બુદ્ધિમાન હોય છે. પરાક્રમી હોય છે, કોઈ પણ મુશ્કેલ સમયનો સામનો મોટી જવાબદારી અને સમદારી સાથે કરશો. આ લોકોના મિત્ર સારી સંગતી વાળા હોય છે. મિત્રો તરફથી હંમેશા પ્રસન્નતા રહે છે. 7,12,13,16, અને 30 વર્ષની ઉમરે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

શુક્રવાર – શુક્રવારનો દિવસ વ્યક્તિને હસમુખ સ્વભાવ આપે છે આ લોકો બુદ્ધિમાન ને મધુરભાષી હોય છે. સહનશીલતાને કારણે કઠીન સમયનો સામનો પણ સારી રીતેકરી લે છે. એશ્વર્યપૂર્ણ જીવન આ લોકોને ઘણું વધારે પસંદ હોય છે. કલાના ક્ષેત્રમાં આ લોકો ખાસ મુકામ હાસિલ કરે છે. 20 અને 24 વર્ષની ઉંરે તેને કંઈને કંઈ પરેશાનીઓ આવે છે.

શનિવાર – જે લોકોનો જન્મ શનિવારના દિવસે થયો છે તે કૃષી વેપારમાં વિશેષ રૂચી રાખનાર હોય છે. નાની ઉંમરમાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડે. આ લોકોને મિત્રતામાં સાવધાન રહેવાની જરૂર હોય છે. માતા-પિતા, ભાઈ-બહેનો તરફથી તેને પૂર્ણ સુખ પ્રાપ્ત થતું નથી. આ લોકોને 20, 25 અને 45 વર્ષની ઉંમરે થોડીક પરેશાનિઓનો સામનો કરવો પડે.

* ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.

જીવનના સાત પગલા
(1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.
(2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે,લૂટાઇ જવાની ખ્વાહિશ છે .
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,

સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે…..

સફળ થવાના ૩ વાક્યો 

૧)બીજા કરતા વધુ જાણો

૨)બીજા કરતા વધુ કામ કરો.

૩)બીજા પાસે ઓછી અપેક્ષા રાખો..

વિચારધારા————–

૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.

૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં.

૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે.

કુદરતની ચાલાકીની ખબર છે?

૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો.

૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’ મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.

કોઇ પણ મુશ્કેલી આવી પડે તો તેની બીજી બાજુ જુઓ તો તમને નવાઇ લાગશેકે તમે મુશ્કેલી ખુબજ આસાનીથી પાર પાડી શકો છો…

પ્રાચીન સમયથી જ મનુષ્ય મુસીબતોથી બચવા માટે પ્રાર્થના કરતો આવ્યો છે. કોઈપણ કરવામાં આવેલ કામનું ફળ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે. વિશ્વના દરેક ખૂણામાં લોકો પ્રાર્થના કરે છે. સવારેના સમયે મોટાભાગના લોકો ઈશ્વરને એટલા માટે પ્રાર્થના કરે છે કે તેમનો આખો દિવસ સુખદ રહે. સ્કૂલોમાં બાળકો સામૂહિક રીતે પ્રાર્થના કરી અભ્યાસ શરૂ કરે છે. એ રીતે લોકો પોત-પોતાની આજીવિકા ચલાવવાનું કામ શરૂ કરતા પહેલા પણ પ્રાર્થના કરે છે.

વાસ્તવમાં પ્રાર્થનાથી પરમેશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેનાથી શક્તિનો સંચાર થાય છે. આત્મબળ વધે છે અને માનસિક શાંતિ મળે છે. પ્રાર્થનાથી મનોબળ વધવાની સાથે જ આપણું મન સકારાત્મક ઊર્જાથી ભરાઈ જાય છે અને કામ કરવા તરફ આગળ વધે છે અને મુસિબતો સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ.

તમે પેલી સરકતી જતી રેતી વાળી સમયની શીશી જોઈ છે? આ શીશીના ઉપરના ભાગમાંથી રેત સરકતાં સરકતાં નીચેના ભાગમાં ભરાય છે.અહીં ખાસિયત એ છે કે તે રેતી સરક્યા જ કરે છે.તે રોકાતી નથી. આ જિંદગી પણ એ સરકતી રેતી જેવી છે. તે ક્યારેય અટકતી નથી. અન સતત ચાલી જતી આ જીંદગીમાં બીજું પણ એક ચક્ર સાથે સાથે જ ચાલ્યા કરે છે. તે છે સુખ-દુઃખ, હર્ષ-શોક, જય-પરાજય, લાભ-હાનિ, જન્મ-મૃત્યુ. અને હા! આ ચક્ર તોચાલ્યા જ કરશે, જ્યાં સુધી આ જિંદગી હશે.એ તો પ્રકૃતિનો વણલખ્યો નિયમ છે. અરે, એ તો એકાદ જન્મનું પણ નથી. જન્મોજનમથી ચાલતું આવેલું છે.

પણ માનવીય સ્વભાવ છે કે જયારે જીવનમાં દુઃખ આવે, શોક ઉત્પન્ન થાય, પરાજય મળે, કોઈ પ્રકારનું નુકશાન થાય, અથવા તો એકાદ નિકટના સ્વજનનું નિધન થાય ત્યારે જ તે પ્રાર્થના કરવા તરફ વળે. વિપરીત પરિસ્થિતિઓમાં જ માણસને જગન્નીયન્તાને યાદ કરવાનું સૂઝે. પ્રાચીન કહેવત છે ને કે “સુખમાં સાંભરે સોની, દુઃખમાં સાંભરે રામ”. અર્થાત આ જીવને જયારે અજંપો થાય છે, અથવા તો તેને અજંપો થાય તેવા સંજોગો સામે આવી પડે છે, ત્યારે તેમાંથી બહાર નીકળવા માનવી પ્રાર્થનાનો રસ્તો પકડે છે. ટૂંકમાં તકલીફો માણસને પ્રાર્થના કરવા તરફ ધકેલે છે. અહી આપણને પ્રશ્ન એ થાય કે શું પ્રાર્થના ફળ મેળવવા માટે જ છે? અગર તો ફળપ્રાપ્તિ એ જ શું પ્રાર્થનાનો એકમાત્ર ઉદ્દેશ છે?

ના! ખરેખર તો આવું નથી. જો કે ફળની અપેક્ષા સહીત કરેલી પ્રાર્થના પણ સાચી પ્રાર્થના જ છે, પરંતુ અહી જો થોડી સમજણ કેળવીએ કે ફળને બાજુએ મુકીને, કંઈપણ મેળવવાની આશા સિવાય કરેલી પ્રાર્થના એ પ્રાર્થનાનું એક ઉપરનું પગથીયું છે. ટૂંકમાં પ્રાર્થના એ અંતરની અભિવ્યક્તિ છે. નિઃસ્વાર્થ ભાવથી પ્રભુ આગળ કરેલી અરજ એનું નામ પ્રાર્થના. કશી ગરજને કારણે નહીં પણ હૃદયની સાહજીકતાથી ભગવાન પાસે કરેલી ભાવાંજલિ એનુંનામ પ્રાર્થના. પ્રાર્થનામાં સહજતા એ આત્યંતિક જરૂરી બાબત છે.અહી દંભને કો સ્થાન નથી. જ્યાં દંભ કે દેખાડો છે, ત્યાં પ્રાર્થનાનું જે અસ્સલ સ્વરૂપ છે, તે ક્યારેય ઉદભવિત થતું નથી. બીજી બાબત કે સહજતાની સાથે સાથે પ્રાર્થના કરતી વખતે હૃદયને ઋજુ અને કૃતજ્ઞ બનાવવું પડે. જીવનમાં સતત એવી સભાનતા કેળવવાની કે જે કંઈ મળ્યું છે, અત્યારે હું જે કંઈ છું, તે ઈશ્વરીય કૃપા છે. વર્તમાન જીવનમાં મેળવેલી કોઈ પણ પ્રકારની સિદ્ધિ ની પાછળ પરમ કૃપાળુ પરમેશ્વરનો હાથ છે, તે જીવનમાં હંમેશા યાદ રાખવાની ટેવ પડવી જોઈએ. કૃતજ્ઞતા ને પગલે હૃદય એકવાર નિર્મળ બને, પછી તેમાંથી ઉદભવિત થતા ભાવો અનાયાસ જ પ્રાર્થનામય ઝરણું બની વહેવા લાગે છે.

અંગ્રેજીમાં કહેવત છે કે “prayer needs no speech “. શબ્દો એ તો માધ્યમ છે.શબ્દો તો આપણા હદય ના ભાવને પરમશક્તિ સુધી લઇ જવાનું એક સાધન માત્ર છે. બાકી સાચું પરિબળ તો છે હૃદયનો નિર્મળ ભાવ. આપણે પ્રાર્થના કરતી વખતે પ્રસાદ, ફળ, ફૂલો, આ બધું ભગવાનને ધરાવીએ છીએ, પણ આ બધાનો નિર્માતા તો સ્વયમ જગન્નાથ પોતે જ છે. તેથી આ

બધી જ પૂજાની સામગ્રી સાથે આપણા હૃદયનો ભાવ કેટલા ટકા મિશ્રણ થયેલો છે તેનું પરિક્ષણ કરવામાં આવે છે. અને હા! ફળની વહેંચણી કે વર્ગીકરણ પણ ઉપરવાળો આ ટકાવારીના આધારે જ કરે છે.

તેથી તો કહે છે કે જેમ અન્ન એ શરીરનો ખોરાક છે તેમ પ્રાર્થના એ મનનો ખોરાક છે.આત્માનો ખોરાક છે.પૂ. ગાંધીજી કહેતા કે ” હું ખાધા વિના રહી શકું, પણ પ્રાર્થના વગર નહીં.” પ્રાર્થનાને આત્માનો ખોરાક એટલા માટે કહ્યો છે કે અન્નથી જેમ આ હાડ-માંસનું શરીર પુષ્ટ બને છે તેની વૃદ્ધિ થાય છે તેવી જ રીતે પ્રાર્થનાથી આપણું મન, બુદ્ધિ અને અંત:કરણ પુષ્ટ બને છે. મજબુત બને છે.પ્રાર્થના કરીએ ત્યારે આપણે અંદરથી સમૃદ્ધ થતા હોઈએ છીએ. પ્રત્યેક માનવીમાં શક્તિનો એક સ્ત્રોત વહેતો હોય છે. પણ ઘણીવાર એનું દર્શન નથી થઇ શકતું, તેની પિછાણ નથી થઇ શકતી. પ્રાર્થના થી આ શક્તિઓને ઓળખવાનું, તેને જાગૃત કરી, જીવનમાં તેનું application કરવાનું પગથીયું નિર્માણ થાય છે. મતલબ કે પ્રાર્થનાથી આપણને સામર્થ્ય મળે છે.

સુખ-દુ:ખ, હાર-જીત, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ, આ બધાં તો માનવ જીવનથી અલગ ના કરી શકાય તેવાં દ્વંદ્વો છે. જીવનમાં સારું-નરસું કે તડકો-છાંયો જે કંઈ આવે તે તો આપણાં પોતાનાં જ અગાઉ કરેલાં કર્મોનું પ્રતિબિંબ હોય છે, તેની ફલશ્રુતિ હોય છે. તેનાથી પલાયન થવાનો કોઈ ઉપાય જ નથી. પરંતુ સામે આવીને ઉભી રહેલી ઉભય પરિસ્થિતિઓ માં સમતોલપણું જાળવવા કે સમતા યા સમભાવ કેળવવા માટે જે આંતરિક બળ જોઈએ તે પ્રાર્થના થી મળે છે. પ્રાર્થના રૂપી ત્રાજવું બંને પરિસ્થિતિઓમાં આપણને બેલેન્સ રાખે છે. જીવનમાં થતો પ્રત્યેક અનુભવ આપણને ઘડવા માટે આવે છે. અનુભવો આપણને વિકસવામાં બહુ જ મદદરૂપ થાય છે. જીવનમાં થતા સારા અનુભવો તો વખતે બહુ વાંધો નથી આવતો, પણ જયારે કટુ અનુભવો થાય ત્યારે જાતને સંભાળવા માટે પ્રાર્થના છે.

શરીના લોહીનો કચરો જેમ ડાયાલીસીસ કરાવવાથી સાફ થાય તેમ મન અને અંત:કરણનો કચરો પ્રાર્થના રૂપી ડાયાલીસીસ થી સાફ થાય છે. પ્રાર્થનાનું બીજું એક બહુ અગત્યનું પરિબળ છે વિશ્વાસ. પ્રાર્થનાનું ફળ મળવાનું જ છે તેવો અતુટ વિશ્વાસ મનમાં ઉત્પન્ન થવો જોઈએ. જયાં સુધી પાકો ભરોસો ના બેસે ત્યાં સુધી આ મર્કટ મન તેમાં લાગતું નથી. કારણકે આપણો સ્વભાવ જ એવો પડી ગયો છે કે incentive વગર ક્યાંય આ મન રૂપી ભ્રમર બેસે જ નહિ. અહીં સત્ય એ છે કે ફળ તો મળે જ છે પણ ક્યારેક તેના સમયની નિશ્ચિતતા નથી હોતી. ક્યારેક તુરંત તો ક્યારેક કેટલાંક વર્ષો સુધી કે પછી કેટલાક કિસ્સામાં તો વળી કેટલાય જન્મો સુધી ફળની રાહ જોવી પડતી હોય છે. વર્તમાન અણુ યુગમાં આપણે આપણી જાતને બુદ્ધિમાન તરીકે ખપાવીએ છીએ, અને તેથી જ તો પ્રત્યેક વાત કે વસ્તુને તર્કના ત્રાજવે તોળ્યા વિના રહી નથી શકતા. પરંતુ પ્રાર્થના એ તો શ્રદ્ધા અને અનુભૂતિનો વિષય છે. શુષ્ક તર્કોને અહીં કોઈ સ્થાન નથી. આ તો જીવનમાં કરવા લાયક એક અમુલખ અનુભવ છે. આપણા અંતરના કોઈ એકાદ ખૂણામાં એ ચૈતન્ય રૂપ તત્વ અજ્ઞાતરૂપે બેઠું જ હોય છે. બસ! તેની સાથે merge થવાની જરૂર છે. એ તત્વ સાથે તાદાત્મ્ય સાધવા માટે તો પ્રાર્થના છે. તેના માટે તો આ મન અને ચિત્તને અંદર વાળવું પડે. એકવાર શરૂઆત કરીએ પછી ધીરેધીરે આ હૃદય એની મેળે જ પ્રાર્થના મય બને.

ઉપનિષદ માં ભગવાનને યમ કહ્યા છે. યમ એટલે નિયમન કરનાર. નિયામક. પ્રાર્થના કરીએ ત્યારે એ નિયામક ને આપણે અરજ કરે છીએ, કે મારો પગ આડો અવળો પડે તો પ્રભુ! તમે મને સાચવી લેજો. અને તે સાચવી લે છે, ઉગારી લે છે. એટલે કે અસત તરફથી સતના માર્ગે ચાલવાનું પ્રેરક બળ આપવાનું કામ પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતાં કરતાં ધીર ધીરે ભાવના દ્રઢ બને પછી મન માંથી પ્રભુ પ્રત્યે નો ડર નીકળી જાય છે. અને તે ઈશ તત્વ પર પ્રેમ નીપજે છે. પ્રાર્થનાથી આપણી માનસિકતા નું પ્રભુ પ્રત્યેના ડર થી પ્રભુ પ્રત્યેના પ્રેમ માં પરિવર્તન થાય છે. આનો આપણા જીવન પર બહુ મોટો impact પડે છે.

પ્રાર્થનામાં સંજીવની શક્તિ છે. સંજીવની એટલે મૃતકને જીવિત કરવાની ક્ષમતા ધરાવનાર ઔષધ.મારો કહેવાનો આશય એ છે કે, પ્રાર્થનાથી કંઈ મડદાં બેઠાં નથી થતાં. પણ, હા! ગંભીર સંકટોમાં આવી પડેલો, વિકટ અને દુ:સહ પરિસ્થિતિઓના જાળા માં અટવાઈ ગયેલો માનવી માનસિક રીતે જયારે હતાશ અને મૃતપ્રાય બને તેવા સમયે, પ્રાર્થનાના બળે તે નિરાશારુપી અંધકૂપ માંથી બહાર આવી એક નવું જીવન પામી શકે છે. તમને ખબર છે તેમ, આપણને દરેકને પસંદ-નાપસંદ હોય છે. ઠીક તેવી જ રીતે પ્રભુને પણ પસંદ-નાપસંદ હોયછે. તેને અંગ્રેજીમાં likes and dislikes કહે છે. હવે આપણે ભગવાનને likable છીએ કે dislikable તે આપણા જીવનની ઢબ ઉપરથી નક્કી થાય. અને જગતના નાથને ગમતા એટલે કે likable થવું હોય તો દૈવી ઢબે જીવન જીવવું પડે, જેની ગુરુચાવી પ્રાર્થનાથી મળે છે.

એટલે પ્રાર્થના આપણા જીવનને પ્રવૃત્તિમય બનાવે છે એટલું જ નહીં તે આપણને અન્તમાંથી અનંત તરફ, અજ્ઞાન માંથી જ્ઞાન તરફ, ક્ષણિક્તા માંથી શાશ્વતતા તરફ, અને મૃત્યુ માંથી અમૃતમય જીવન તરફ જવાનો રાહ દેખાડનાર દીવાદાંડી છે. તો આપણે પણ આ દીવાદાંડીનો સહારો લઇ આપણને મળેલા આ મુલ્યવાન જીવનને એક દૈવી ટચ આપવાની કોશિશ કરીએ અને તેમ કરવા કૃપાનિધાન પરમેશ્વર આપણ સૌને સર્વ પ્રકારે બુદ્ધિ, શકિત, સમજણ આપે, એજ અભ્યર્થના………..

પ્રભુને કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. પ્રાર્થના હોઠથી નહીં હૈયાથી થવી જોઇએ. પ્રભુની કૃપા અનરાધાર રીતે વરસી રહી છે. તમારી જેવી પાત્રતા હોય તે પ્રમાણે પાત્ર ભરાતું હોય છે.તમારૂ પાત્ર ઊંધું હોય કે કાણાવાળું હોય તેમા દોષ પ્રભુનો નથી. તેમણે કહ્યું હતું કે ભીતરમાં ભગવાન ગોઠવાયા હશે તો સંસારની સામગ્રીઓ યાદ નહીં આવે.ઉજાગરા કરવાના બદલે પાંચથી આઠ કલાક ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો હિતાવહ રહે છે.ચિંતા કરવાથી આવડતું હોય તે પણ ભૂલી જવાય છે, એના બદલે મને બધુ યાદ છે આવડે છે એવા હકારાત્મક વિચારોથી પોઝીટીવ એનર્જી વધે છે.’

દરરોજ ઈશ્વરની પ્રાર્થના કરવાથી…

  • દરરોજ  ઈશ્વરની  પ્રાર્થના કરવાથી  અંત:કરણ  પવિત્ર  બને  છે, સ્વભાવમાં  પરિવર્તન  આવે  છે, હતાશા  નીકળી  જાય  છે,  મનને  શાંતિ  અને  તાજગી મળે  છે, દિલમાં  ઉમંગ  પ્રગટે  છે અને  જીવન  જીવવાની  પ્રેરણા  મળે  છે.